મોરબી નગર દરવાજેથી બે મોપેડ છુમંતર….

- text


મોરબીમાં મોપેડ ચોરનો તરખાટ : અઠવાડિયામાં ત્રીજું મોપેડ ચોરાયું

મોરબી : મોરબીમાં ટીવીએસ મોપેડને જ શિકાર બનાવી ઉઠાવી જતી તસ્કર ટોળી સક્રિય બની હોય તેમ ગઈકાલે મોરબી નગર દરવાજેથી બે હેવી ડ્યુટી મોપેડ છુમંતર થઈ ગયા હતા.નોંધનીય છે કે ચાલુ અઠવાડિયામાં કુલ ત્રણ મોપેડ ચોરાયા છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં આવેલ બિસ્મીલ્લાહ હોટલ સામેથી ટંકારાના નસીતપર ગામના મોહનભાઇ જેઠાભાઇ ચાવડાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું GJ-36-AB-5193 નંબરનું ટીવીએસ હેવી ડ્યુટી મોપેડ તેમજ સાગરભાઇ ગણવંતભાઇ ભટ્ટની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું GJ-36AA-7312 ટીવીએસ હેવી ડ્યુટી મોપેડ અજાણ્યો ચોર ઈસમ ઉઠાવી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text