તિથવા અને કોટડા નાયણી ગામે મોબાઈલ ટાવરમાંથી બેટરી સેલ ચોરાયા

- text


જસદણ અને વડિયાની ટેક્નિશ્યન તસ્કર ત્રિપુટી વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ

વાંકાનેર : મોરબીના જોધપર નદી ગામે મોબાઈલ ટાવરમાંથી બેટરી સેલની ચોરી કરનાર જસદણ અને વડિયાની તસ્કર ત્રિપુટી વિરુદ્ધ વાંકાનેર તાલુકાના તિથવા અને કોટડા નાયણી ગામે પણ 48000ની કિંમતના 48 બેટરી સેલ ચોરી કરી જવા અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામે તેમજ કોટડા નાયાણી ગામે આવેલ મોબાઈલ ટાવરમાંથી જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન બેટરીના સેલ ચોરી થવા મામલે મોબાઈલ ટાવર સિક્યુરિટી સુપર વાઇઝર દ્વારા અશોકભાઇ પાલજીભાઇ રાઠોડે આરોપી પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા, રહે. નાની લાખાવાડ, તા.જસદણ, જી.રાજકોટ, કિરણભાઇ કલાભાઇ મકવાણા, રહે. ખડવાવડી, તા.જસદણ, જી.રાજકોટ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ, રહે. ખડખડ, તા.વડીયા, જી.અમરેલી વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે તીથવા અને કોટડા નાયાણી ગામે આવેલા બન્ને મોબાઇલ ટાવરમાંથી ત્રણેય આરોપીઓ દ્વારા બેટરી સેલ નંગ 48 કિંમત રૂપિયા 48000 હજારની ચોરી ગયાનું અને આવી જ રીતે અમરેલી જિલ્લામાં આરોપીઓએ ચોરી કરી હોય હાલમાં અમરેલી પોલીસે ત્રણેયને ઝડપી લીધા હોય એ ફરિયાદ નોંધાવી હોવાનું જાહેર કર્યું છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text