વાંકાનેરમાં મોટર સાઇકલ ફૂટપાથ ઉપર ચડી જતા વૃદ્ધનુ મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર શહેરની અમરસિંહજી હાઈસ્કુલ સામે મચ્છુ નદીના પુલ ઉપર બજાજ 80 મોટર સાયકલ લઈને જઈ રહેલા નાથાભાઇ રાણભાઇ ગેડીયાએ મોટર સાયકલ ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ ફૂટપાથ ઉપર ચડી જતા નાથાભાઇ ફંગોળાઈને નીચે પટકાતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચવાથી ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text