મોરબીમાં સાંદીપની યોગ ગ્રુપ દ્વારા યોગ શિબિર યોજાઈ

- text


આઝાદી કા અમૃત મહોત્સવ તથા યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત આયોજન

મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ તથા યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં સાંદીપની યોગ ગ્રુપ દ્વારા તા. 23 અને 24ના રોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ તથા યોગમય ગુજરાત અભિયાન અંતર્ગત મોરબીમાં તા. 23 અને 24 એપ્રિલ, 2022ના રોજ ફ્લોરા હોમમાં સાંદીપની યોગ ગ્રુપ દ્વારા બે દિવસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ કોચ રૂપલબેન શાહના માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનરો ડો.શેફાલીબેન રાઠોડ, પ્રદિપભાઇ, મનીષા નિરંજની, શિતલબેન કોટક દ્વારા યોગ અટલે શું? યોગનું મહ્તવ? તદ્દઉપરાંત સૂક્ષ્મ વ્યાયામ, સૂર્યનમસ્કાર, ઉભા રહીને કરવાના આસાન, બેસીને કરવાના આસનો, પેટ પર સૂઈને, પીઠ પર સૂઈને કરવાના આસનો તથા પ્રાણાયમનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. યોગ ટ્રેનર ભૂમિબેન ભટ્ટ દ્વારા એરોબીકસ તથા ઝૂમબાનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

- text

તેમાં ફ્લોરા હોમના પ્રમુખ મહાદેવભાઈ ચાપાણી, ચમનભાઈ મારવાણીયા અને કૌશિકભાઈ એ હાજરી આપી હતી. તેમજ મહિલાઓ, પુરુષોએ અને બાળકોએ ભાગ લીધો હતો. તથા સાંદીપની યોગ ગ્રુપના સાધક બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરની પૂર્ણાહુતિ સાંદીપની યોગ ગ્રુપના સાધક બહેનો દ્વારા યોગ ડાન્સ દ્વારા કરવામા આવી હતી.

- text