મોરબીની સરકારી મેડિકલ કોલેજ માટે શંકા રાખવાની જરૂર નથી : રાજ્યમંત્રીની સ્પષ્ટતા

- text


ધારાસભ્યે વિડિઓ જાહેર કરી વાસ્તવિક સ્થિતિ લોકો સમક્ષ મૂકી

મોરબી : મોરબી –માળીયા (મીં) ના ધારાસભ્ય અને રાજ્યમંત્રીએ સરકારી મેડિકલ કોલેજ અંગે સ્પષ્ટતા કરી છે કે લોકોને ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા.સરકારી મેડિકલ કોલેજ માટે રૂ.પ૮૦ કરોડનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે.તેમજ ૫૦ વીધા જેટલી જમીન પણ સંપાદન કરીને આરોગ્ય વિભાગ હેઠળ પણ મૂકી દેવામાં આવેલ છે.

મોરબી –માળીયા (મીં) ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીમાં હાલ ચાલી રહેલી મેડિકલ કોલેજ બાબતની ચર્ચાઓ અને વિપક્ષ દ્વારા મેડિકલ કોલેજ બાબતે આપી રહેલી બયાનબાજી દ્વારા લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ છે કે મોરબી માટે ભારતીય જનતા પક્ષની સરકારે અગાઉ GMERS અંતર્ગત જે મેડિકલ કોલેજ મંજૂર થયેલ હતી.તે યથાવત રાખીને રૂ.પ૮૦ કરોડનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે. તેમજ અગાઉ શનાળા નજીક નક્કી કરેલ મેડિકલ કોલેજની ૫૦ વીધા જેટલી જમીન પણ સંપાદન કરીને આરોગ્ય વિભાગ હેઠળ પણ મૂકી દેવામાં આવેલ છે. અને તે જ સ્થળે મોરબી માટે સરકારી મેડિકલ કોલેજ બનનાર છે.

- text

વધુમાં રાજ્યમંત્રીએ લોકોને ખોટી અફવાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે ન દોરાવા જણાવ્યુ છે.તેમજ આ બાબતે કોઈ શંકા રાખવાની જરૂર પણ નથી. મોરબી જિલ્લાના સર્વોચ્ચ હિત માટે મોરબી – માળીયા (મીં)ના ધારાસભ્ય તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વિડિઓ જાહેર કરી મેડિકલ કોલેજની હાલની વાસ્તવિક સ્થિતિ લોકો સમક્ષ મૂકી છે.કી છે.

https://fb.watch/czC12gPqO6/

- text