મોરબીની પી. જી. પટેલ કોલેજના એચ.ઓ.ડી. Ph.D થયા

- text


મોરબી : મોરબીમાં આવેલ પી. જી. પટેલ કોલેજના એચ.ઓ.ડી. Ph.D થયા છે.

છેલ્લા ૧૪ વર્ષથી આ કોલેજમાં એકાઉન્ટન્સી તેમજ અન્ય વિષયોનું જ્ઞાન પીરસતા ફેકલ્ટી હેમાંગ ઠાકરે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાંથી પી એચ ડી પૂર્ણ કરેલ છે. તેમનો વિષય AN EMPIRICAL STUDY OF SHAREHOLDER’S VALUE CREATION & VALUE ENHANCEMENT (ACCOUNTING PERSPECTIVE) IN SELECTED BANKS FROM BANKING SECTOR OF INDIA મા સૌરાષ્ટ્ર યુનીવર્સીટી માંથી Ph.D થયા છે.

- text

હેમાંગ ઠાકર દ્વારા ભણાવવામાં આવતા વિષયોમાં પી. જી. પટેલ કોલેજના અનેક વિધાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી ચુક્યા છે. ત્યારે તેમણે જ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી ત્યારે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા, જતીનભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ, સમગ્ર સ્ટાફ દ્વારા ખુબ ખુબ શુભેચ્છા આપવામાં આવી હતી તેમજ મિત્રો અને સ્નેહીજનો તેમના મોબાઈલ નંબર ૯૮૭૯૩૭૦૩૦૭ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

- text