ગુજરાત કોંગ્રેસ સમિતીના સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ મોરબીના પ્રવાસે

- text


2022માં કોંગ્રેસની સરકાર બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો

મોરબી : ગુજરાત કોંગ્રેસ સમિતીના સહ પ્રભારી,સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ મોરબી જિલ્લાના પ્રવાસે આવ્યાં હતાં.તેઓએ હોદેદારો તથા કાર્યકરો સાથે આગામી વિધાસભાની ચુંટણી પૂર્વેની ગોઠવણ અંગે ચર્ચા કરી હતી.તેમજ 2022માં કોંગ્રેસની સરકાર બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત કોંગ્રેસ સમિતીના સહ પ્રભારી,સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામ કિશન ઓઝા મોરબી જિલ્લાના પ્રવાસે આવ્યાં હતાં.તેઓએ મોરબી જીલ્લાના કોંગ્રેસના આગેવાનો,હોદેદારો તથા કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય,શનાળા રોડ,મોરબી ખાતે મિટિંગ યોજી આગામી વિધાસભાની ચુંટણી પૂર્વેની ગોઠવણ કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી આપી હતી.લોકો બીજેપી શાસનથી ખૂબ નારાજ છે.આ પરિસ્થિતિમાં લોકોને કોંગ્રેસ પર મોટી આશા છે.2022માં ગુજરાતમાં બીજેપીની હાર નિશ્ચિત છે અને કોંગ્રેસની સરકાર બનશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો.

- text

- text