બગથળામાં મોટા રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 

- text


મોરબી : સમસ્ત ગ્રામજનોના સહકારથી બગથળા ગામે મોટા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં યજ્ઞ,મહાપ્રસાદ તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.

સમસ્ત ગ્રામજનોના સહકારથી બગથળા ગામે મોટા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં યજ્ઞ નારાયણ તથા સાધુ સંતો મહંતોના આશીર્વાદ લેવા તેમજ પ્રસાદ લેવા લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે. શાસ્ત્રી પિયુષભાઇ પંડ્યાના આચાર્યસ્થાને યજ્ઞ કરાશે. તેમજ દામજીભાઈ ભગત આશીર્વચન આપશે.

પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞના પ્રથમ દિવસ તા.19ને સવારે 9 કલાકે હેમાદ્રિ-દેહશુદ્ધિ કર્મ કરવામાં આવશે.બપોરે 3 કલાકે જલયાત્રા પૂજન અને સાંજે 6 કલાકે પ્રતિષ્ઠા યજ્ઞ પ્રારંભ થશે.જેમાં મંડપ પ્રવેશ,ગણેશ પૂજન,સ્વસ્તિપુણ્યાહવાચન,પ્રયોગ અર્ધ્યવચન,અગ્નિ સ્થાપન અને આરતી અને થાળ ધરવામાં આવશે.બીજા દિવસે તા.20ને બુધવારના રોજ સવારે 7:30 કલાકે ગણેશ પૂજન,આવાહિત દેવતાઓના સ્થાપન,પ્રધાન દેવપૂજન સ્થાપન,ગ્રહ હોમ,આવાહિત સ્થાપીતદેવતાઓના હોમ તેમજ બપોરે 3 કલાકે યજ્ઞ પ્રારંભ,નૂતન મંદિરે પ્રસાદ,વાસ્તુપૂજન તથા વસ્તુયજ્ઞ,કુટીરહોમ,પ્રસાદ દિક્ષુહોમ,મૂર્તિનિક્ષેપ આદિકર્મ અને સાંજે 6 કલાકે આરતી અને થાળ ધરશે.રાત્રે 8:30 કલાકે શોભાયાત્રા નીકળશે.

- text

તૃતીય દિવસ તા.21ના રોજ સવારે 7:30 કલાકે ગણપતિ પૂજન,સ્થાપિત દેવોનું પૂજન,સ્નપનવિધિ નવી મૂર્તિઓને ઔષધીઓ દ્વારા અભિષેક.પ્રાણ પ્રતિષ્ઠા તથા રાજોપચાર પૂજન થશે.બપોરે 12 થી 12:51 સુધી રામ અને મહાદેવના નિજમંદિરે સ્થાપના પ્રતિષ્ઠા – નેવૈદ્ય અને આરતી કરશે.સાંજે 4:30 કલાકે પ્રતિષ્ઠાયજ્ઞનું બીડું હોમાશે.સાંજે 5:30 કલાકે રસ ગરબા અને સાંજે 6 કલાકે પટેલ સમાજવાડી- બગથળા ખાતે મહાપ્રસાદ યોજાશે.

- text