બાઈક પાર્ક કરવા બાબતે મહિલાને ધોકો ફટકારી હાથ ભાંગી નાખતા પિતા-પુત્રો

- text


દલવાડી સર્કલ નજીક ઉમા રેસિડેન્સીમાં બનેલો બનાવ

મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સી-2માં બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે પિતા અને બે પુત્રોએ મળી આધેડ મહિલાને ધોકો ફટકારી હાથ ભાંગી નાખતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી દલવાડી સર્કલ નજીક તળાવની પાળ પાસે આવેલ ઉમા રેસિડેન્સી – 2મા રહેતા અનસોયાબેન દુર્લભજીભાઇ અંબાણી સાથે બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે સાગરભાઇ પ્રવીણભાઈ કાચા, સાગરભાઇનો ભાઇ તેમજ સાગરભાઇના પિતા પ્રવીણભાઈ કાચાએ ઝઘડો કરી ગાળા ગાળી કરી હતી.

- text

વધુમાં આ ઝઘડા દરમિયાન આરોપી સાગરે અનસૂયાબેનને પોતાના હાથમાં રહેલો લાકડાનો ધોકો ફટકારી હાથમાં ફ્રેક્ચર કરી નાખતા આ બનાવ અંગે અનસૂયાબેન દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય પિતા પુત્રો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી ત્રણેયને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text