ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર

- text


http://Gujcet.gseb.org પરથી કરી શકાશે ડાઉનલોડ

મોરબી : ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) ગુજરાતની કોલેજો દ્વારા રજૂ કરાતા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSHSEB એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://gujcet.gseb.org પરથી સરળતાથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 18 એપ્રિલે લેવામાં આવશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા ઉમેદવારોએ લોગિન આઈડી એડ કરવાનું રહેશે.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

- text

1. અધિકૃત વેબસાઇટ http://–gujcet.gseb.org પર જાઓ
2. હોમપેજ પર GUJCET 2022 એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો.
3. લોગિન કરવા માટે તમારા ઓળખ નંબર દાખલ કરો.
4. ગુજકેટ એડમિટ કાર્ડમાં તમામ વિગતો તપાસો.
5. ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.

ઉમેદવારોએ 18 એપ્રિલ, 2022ના રોજ તેમની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું એડમિટ કાર્ડ તેમના સંબંધિત પરીક્ષા કેન્દ્રો પર લઈ જવાનું રહેશે. એડમિટ કાર્ડ વિના ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉમેદવારોએ તેમની સાથે માન્ય આઈડી પ્રૂફ રાખવાનું રહેશે. GSEB દ્વારા પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી ઉમેદવારોને તેમનું GUJCET એડમિટ કાર્ડ સુરક્ષિત પણ રાખવુ પડશે.

- text