મોરબીના રફાળેશ્વરમાં રહેણાંકમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી તાલુકા પોલીસે એક આરોપીને ઝડપી લીધો : એક નાસતો ફરતો જાહેર

મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે વેલનાથપરા વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે વેલનાથપરામા દરોડો પાડી મુકેશભાઇ જયંતિભાઇ નગવાડીયાને દેશી પીવાના દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનોમાં ગેસનો ચુલો, ગેસનો બાટલો, એલ્યુમિનીયમનુ બકડીયુ, નળી સાથેની થાળી, પતરાનુ ટીપણુ, દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-240 તથા દેશીદારૂ લીટર-60 કિં.રૂ.1200 સહિત મળી કુલ મુદામાલ રૂપિયા 3,430નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

- text

વધુમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પરેશભાઇ બળવંતભાઇ કોળી રહે. રફાળેશ્વર, વેલનાથપરાના રહેણાંકમાં ચાલતી હોય આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text