રામકથાને પગલે ભરતનગરથી ખોખરા હનુમાનજી મંદિરવાળા બેલા રોડ ઉપર ભારે વાહનોને પ્રતિબંધ

- text


વૈકલ્પિક રસ્તા તરીકે ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી.રોડ રોડનો ઉપયોગ કરી શકાશે

મોરબી : મોરબીના પ્રસિદ્ધ ખોખરા હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે તા.8 એપ્રિલથી તા.16 એપ્રિલ સુધી રામ કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે દરરોજ 15 હજાર જેટલા લોકો કથા સાંભળવા માટે આવનાર હોય, જેથી રોડ રસ્તે ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદભવે તેમ હોય, જેથી ભરતનગરથી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી પસાર થતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરી તેની અવેજીમાં ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી. રોડ, જે પીપળી ગામ પાસે બેલા રોડને મળતા હોય, તે રોડ પરથી ભારે વાહનો પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે અનુસંધાને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ, જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર મોરબી તાલુકાના ભરતનગર થી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે મોરબી તાલુકાના ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી.રોડ, જે પીપળી ગામ પાસે બેલા રોડને મળતો હોય, તે રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામાનો અમલ આવતીકાલે તા.8 થી તા.16 સુધી કરવાનો રહેશે.

- text