મોરબીની અમૃતમ હોસ્પિટલમાં રવિવારે ફ્રી નિદાન અને સારવાર કેમ્પ

- text


 

સ્વ. લાધાભાઈ ડુંગરભાઈ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આયોજન : ચાર નિષ્ણાંત તબીબો આપશે સેવા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની અમૃતમ હોસ્પિટલમાં આગામી રવિવારે ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર નિષ્ણાંત તબીબો સેવા આપવાના છે. તો આ કેમ્પનો લાભ જરૂર લેવા અનુરોધ કરાયો છે.

સ્વ. લાધાભાઈ ડુંગરભાઈ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં જલારામ મંદિર સામે સાવસર પ્લોટ-11માં કાર્યરત અમૃતમ હોસ્પિટલ ક્રિટિકલ કેર અને ફિઝિયોથેરાપી સેન્ટરમાં ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું તા.10ને રવિવારે સવારે 10થી 1 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ડો. હિતેશ કંઝારિયા (એમ.ડી. મેડિસિન), ડો. યોગીશા કંઝારિયા (એમ.પી.ટી. ન્યુરો), ડો. સાગર હાંસલીયા (એમ.એસ. ઓર્થો.) અને ડો. અલ્પેશ રાંકજા (એમ.ડી. બાળરોગ, નિષ્ણાંત) સેવા આપશે.

કેમ્પમાં આવનાર દર્દીને ફ્રી ડાયાબિટીસ, બીપી ચેકઅપ જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી ઇસીજી તથા કસરત, તમામ બાળરોગ અને સાંધા – મણકાના દુખાવા માટે નિદાન- સારવાર, કાર્ડિયોગ્રામ, પેરાલિસિસના દર્દીઓને કસરતની સલાહ આપવામાં આવશે. કેમ્પમાં આવનાર દર્દીઓએ એપોઈટમેન્ટ માટે ફોન નં. 02822228500 અથવા મો.નં. 9023600185 ઉપર નામ નોંધાવવું ફરજિયાત છે. જૂની ફાઇલ-રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે.

- text

અમૃતમ હોસ્પિટલ ક્રિટિકલ કેર અને ફિઝિયોથેરાપી સેન્ટર
11-સાવસર પ્લોટ, જલારામ મંદિર સામે, મોરબી

- text