મોરબીમાં કચરો વીણતાં શ્રમિકના પગ ઉપર ક્રેઇન ફરી વળી

- text


ઘુંટુ રોડ ઉપર સ્મશાન નજીક બનેલી ઘટનામાં અકસ્માત સર્જી ક્રેઇન ચાલક ફરાર

મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર પગપાળા જઈ રહેલા કચરો વીણતાં શ્રમિકનો ક્રેઇન ચાલકે હડફેટે લઇ પગ ઉપર ક્રેઇન ચલાવી નાખતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ક્રેઇન ચાલક નાસી છૂટતા આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાંતીનગર મફતીયાપરામાં રહેતા મૂળ જોડિયા તાલુકાના સામપર ગામના વતની અનુભાઇ સવસીભાઇ સોલંકી કચરો વીણી પોતાનો જીવન નિર્વાહ કરતા હોય ગત તા.2જી માર્ચના રોજ રાત્રીના સમયે ઘૂંટુ રોડ ઉપર કચરો વીણવા પગપાળા જતા હતા ત્યારે ક્રેઇન નં GJ-12-AN-1708ના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને તેમના પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

- text

જો કે અકસ્માત સર્જ્યા બાદ ક્રેઇન ચાલક નાસી છૂટ્યો હોય આ મામલે ઇજાગ્રસ્ત અનુભાઈના પુત્ર મુકેશભાઇ અનુભાઇ સોલંકીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ક્રેઇન નંબરના આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૮ તથા એમ.વી.એકટ ક-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text