મોરબીના BRC ભવનમાં ‘પરીક્ષા પે ચર્ચા’નું લાઈવ પ્રસારણ નિહાળતા વિદ્યાર્થીઓ અને ભાજપ અગ્રણીઓ

- text


મોરબી : આજરોજ વિદ્યાર્થીઓનો પ્રધાનમંત્રી સાથે ” પરીક્ષા પે ચર્ચા ” વિષય પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ અને શિક્ષકોને પણ માર્ગદર્શન મળી રહે તે માટે બી.આર.સી ભવન મોરબીના હોલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આજના ” પરીક્ષા પે ચર્ચા” ના પ્રધાનમંત્રીના સંવાદમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેવી રીતે સફળ થવું? એનો મંત્ર આપ્યો હતો.એ જ સાથે જીવનની પરીક્ષાઓમાં કઈ રીતે સફળ થવું એનું પણ મોટિવેશન આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ અને શિક્ષકોને પણ માર્ગદર્શન મળી રહે એના ભાગ રૂપે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સમગ્ર ભારતમાંથી આવેલ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથેના સંવાદનું બી.આર.સી ભવન મોરબીના હોલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

- text

બી.આર.સી.ભવન મોરબી ખાતે ” પરીક્ષા પે ચર્ચા “કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ,ડી.ડી.ઓ.ભગદેવ,જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કાવરભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ સાથેના સંવાદનો લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ત્રાજપર,કલ્યાણ ગ્રામ તેમજ પોટરી તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં બી.આર.સી.કો-ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા,સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશભાઈ કાંજીયા,રીકીતભાઇ વિડજા,ચંદ્રકાન્તભાઈ બાવરવા,હરદેવભાઇ ડાંગર તેમજ બી.આર.સી ટીમ મોરબીની વિશેષ ભૂમિકા રહી હતી.

- text