વાંકાનેરના ખેરવા ગામમાં શનિવારથી રામપારાયણ જ્ઞાનયજ્ઞ

- text


તા. 10 અને 11મીના રોજ માતાજીનો માંડવો યોજાશે

વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામમાં રામપારાયણ જ્ઞાનયજ્ઞ તેમજ માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ રામકથામાં વિવિધ કાર્યક્રમ પણ યોજાશે.

- text

ખેરવા ગામમાં શક્તિમાતાજીના મંદિરના પ્રાંગણમાં પ્રવિણસિંહ ઝાલા ભુવાબાપુના સાનિધ્યમાં રામપારાયણ જ્ઞાનયજ્ઞનું તા.2ને શનિવારથી નવ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે.રામકથાનું રસપાન શાસ્ત્રી અવધેશકુમાર કરાવશે.કથા સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 કલાકનો રહેશે.તેમજ મહાપ્રસાદ બપોરે 12:30 થી 2 વાગ્યા સુધી પણ રખાયો છે.રામકથામાં વિવિધ કાર્યક્રમો યોજાશે.જેમાં તા.2ના રોજ કથા મહાત્મ્ય,તા.4ના રોજ શિવ પાર્વતી વિવાહ,તા.5ના રોજ રામ જન્મ ઉત્સવ,તા,7ના રોજ ધનુષ યજ્ઞ,રામસીતા વિવાહ,તા.8ના રોજ રામ વનવાસ,હનુમાન-રામ મિલાપ,તા.9ના રોજ રાવણ વધ,અને તા.10ના રોજ રામ રાજ્યભિષેક થશે.તેમજ તા.10ના રોજ આદ્યાશક્તિ માતાજીનું મંદિર ખેરવા,વાંકાનેર ખાતે માતાજીના માંડવો પણ યોજાશે. તા. 11મીના રોજ માતાજીના માંડવાની થાંભલી વધાવ્યા બાદ નામકરણ વિધિ રાખવામાં આવેલ છે.આ રામકથા તેમજ માંડવાનો લાભ લેવા જાહેર જનતાને આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text