હમીરપરમાં સ્વજનની પુણ્યતિથિએ વિનામૂલ્યે નિદાન-સારવાર કેમ્પ યોજાયો

- text


રાજકોટના ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરાઈ

ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામમાં સ્વજનની 22મી પુણ્યતિથિ હોવાથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન – સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં રાજકોટના ડોક્ટરોએ સેવા આપી હતી.

કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત યુનાઇટેડ કેર હોસ્પિટલ,રાજકોટ તથા પટેલ સેવા સમાજ (હમીરપર) દ્વારા આયોજીત સ્વ.વેલજીભાઇ પ્રેમજીભાઇ ભોરણીયાની 22મી પુણ્યતિથી નિમીતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું ગત તા.27ને રવિવારના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી પટેલ સેવા સમાજ હમીરપર,ટંકારા ખાતે યોજાયો હતો.

આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટર દ્વારા તપાસ અને સલાહ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.જેમાં નાક,કાન,ગળાની સર્જરી 30 થી 40% નાં રાહત દરે,જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જરી 30 થી 50%નાં રાહત દરે,લેબોરેટરી તપાસ 30 થી 50%નાં રાહત દરે,તદન રાહત દરે X-Ray, સોનોગ્રાફી, સીટી સ્કેન કરી આપવામાં આવ્યા હતા.

- text

આ કેમ્પમાં યુનાઇટેડ કેર હોસ્પિટલનાં ડોકટરોએ સેવાઓ આપી હતી.જેમાં દાતનાં રોગોનાં નિષ્ણાંત ડૉ.કમલેશ ભોરણીયા,ઓર્થોપેડીક ડૉ.એન.સી. પટેલ,મગજ તથા મણકાનાં નિષ્ણાંત ડૉ. નીધીકુમાર પટેલ,ફીઝીશીયન અને ICU નાં નિષ્ણાંત ડૉ. વિશાલ મેવા અને ડૉ.બેન્જામીન પનારા,બાળરોગ નિષ્ણાંત ડૉ. ધર્મેશ ઝાલાવાડીયા,નાક,કાન,ગળાનાં નિષ્ણાંત ડૉ.ડેનીશ આરદેશણા,જનરલ અને લેપ્રોસ્કોપીનાં નિષ્ણાંત ડૉ. એસ.એન. પટેલ,ફિઝીયોથેરાપીસ્ટ ડૉ.ઉર્વશી કાનાણી અને ડૉ.પાયલ સાદરીયાએ સેવા આપી હતી.

- text