મોરબીની બુનિયાદી કન્યા શાળામાં 12 થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન કરાયું

- text


મોરબી : આરોગ્ય વિભાગ દ્વારા હાલ 12 થી 14 વર્ષના બાળકોને કોરોના રસીના ડોઝ આપવાની કામગીરી અન્વયે અત્રેની બુનિયાદી કન્યા શાળામાં અભ્યાસ કરતા 12 થી 14 વર્ષના બાળકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.

- text

આજરોજ મોરબીની બુનિયાદી કન્યા શાળામાં કેન્દ્ર સરકારના આદેશ અન્વયે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સીનનો ડોઝ મૂકવામાં આવ્યો હતો. આ તકે બુનિયાદી કન્યા શાળાના આચાર્ય તેમજ સ્ટાફ શિક્ષક મિત્રોએ આ વેક્સીનેસન માટે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા.

- text