હળવદમાં વિચિત્ર બાળકનો જન્મ : સગર્ભા બહેનો માટે લાલબત્તી સમાન કિસ્સો

- text


ફોલિક એસિડની કમીને કારણે મગજ વગરનું બાળક જન્મ્યું : ફોલિક એસિડ પ્રસુતાઓ માટે અત્યંત આવશ્યક : ડો.અંકિત માલમપરા

હળવદ : હળવદની ખાનગી હોસ્પિટલમાં ગતરાત્રીના વિચિત્ર બાળકનો જન્મ થયો હતો. મગજ વગર જન્મેલ આ બાળક પ્રસૂતા બહેનો માટે ચેતવણી રૂપ કિસ્સો હોવાનું અને ફોલિક એસિડની કમીને કારણે આવું બાળક જન્મતું હોવાનું ડો.અંકિત માલમપરાએ જણાવ્યું હતું.

હળવદની પાર્થ હોસ્પિટલમાં દાખલ થયેલ મધ્યપ્રદેશની આદિવાસી શ્રમિક મહિલાને પુરા માસે ગઈકાલે બાળકનો જન્મ થયો હતો પરંતુ આ બાળકના શરીરમાં મગજનો વિકાસ જ ન થયો હોય બાળક અલ્પજીવી બની રહે તેવી આશંકા ડો.અંકિત માલમપરાએ વ્યક્ત કરી હતી.

- text

આવું બાળક જન્મવા પાછળનું કારણ જણાવતા ડો.અંકિત માલમપરાએ ઉમેર્યુ હતું કે, સગર્ભાવસ્થા દરમિયાન પ્રસૂતા માતાને ફોલિક એસિડ વિટામિન આપવામાં આવે છે પરંતુ એ વિટામિન ન લેવાથી આવુ બાળક જન્મતું હોય છે. વધુમાં એક લાખ જેટલા કિસ્સામાં આવું એક બાળક જન્મતું હોવાનું જણાવી ડો.અંકિત માલમપરાએ તમામ પ્રસૂતા બહેનોએ તબીબની સલાહ મુજબ ફોલિક એસિડ વિટામિન અવશ્ય લેવા પર ભાર મુક્યો હતો.

- text