ખેલ મહાકુંભમાં સમથેરવા પ્રાથમિક શાળાની ખો-ખોની બંને ટીમો તાલુકા કક્ષાએ વિજેતા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાનાં સમથેરવા ગામની પ્રાથમિક શાળાની ખો-ખો કુમાર અને ખો-ખો કન્યા બન્ને ટીમો “ખેલ મહાકુંભ” અંતર્ગત વાંકાનેર તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી વિજેતા બની છે.

- text

મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકાનાં સમથેરવા ગામની પ્રાથમિક શાળાની ખો-ખો કુમાર અને ખો-ખો કન્યા બન્ને ટીમોએ “ખેલ મહાકુંભ” અંતર્ગત વાંકાનેર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી સમથેરવા ગામ અને શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. આગામી સમયમાં જીલ્લા કક્ષાએ આ બન્ને ટીમો આવી જ રીતે પ્રથમ નંબર મેળવે એવી શુભકામના પાઠવી સમથેરવા પ્રાથમિક શાળાનાં આચાર્ય આસીફભાઈ બાંભણીયા અને શાળાના સ્ટાફે હર્ષની લાગણી વ્યકત કરી હતી.

- text