હળવદ યુવા ભાજપે શહીદ દિવસ નિમિતે શહીદ ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પી

- text


વીર ભગતસિંહ, વીર સુખદેવ અને વીર રાજ્યગુરુ અમર રહોના નારા લગાવી શહીદોને યાદ કરાયા

હળવદ : આજરોજ હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિતે વીર ભગતસિંહની છબીને પુષ્પમાળા પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.વીર ભગતસિંહ,વીર સુખદેવ અને વીર રાજ્યગુરુ અમર રહો,ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવી વીરોને સાચી વિરાંજલી અર્પણ કરી હતી.

હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા તા.23 માર્ચ બલિદાન દિવસ નિમિતે વીર ભગતસિંહની છબીને પુષ્પમાળા પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વીર ભગતસિંહ,વીર સુખદેવ અને વીર રાજ્યગુરુ અમર રહો.ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવી વીરોને સાચી વિરાંજલી અર્પણ કરી હતી. હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા ભગતસિંહની છબીને પુષ્પમાલા પહેરાવી દેશના વીર બલિદાનીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે,જિલ્લા યુવા ભાજપ મંત્રી રવિભાઈ પટેલ,અશ્વિનભાઈ કણઝરીયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ,અશોકભાઈ પ્રજાપતિ,વિશાલભાઈ રાવલ અને ગ્રામ્ય યુવા ભાજપ મહામંત્રી રમેશભાઈ હડીયલ સહિત હળવદ શહેર ગ્રામ્ય યુવા ભાજપના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અંગ્રેજો દ્વારા આઝાદીના લડવૈયા વીર ભગતસિંહ,વીર રાજ્યગુરુ,વીર સુખદેવને અંગ્રેજો દ્વારા તા.23 માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી.વીર ભગતસિંહ,વીર સુખદેવ અને વીર રાજ્યગુરુએ ભારત દેશને આઝાદી અપાવવા અને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે હસતા મોઢે ફાંસીના માચડે ચડી ગયા હતા. તેમને પોતાની છેલ્લી ઈચ્છા શું છે તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું અમારી કોઈ છેલ્લી ઈચ્છા નથી તમે અમને ઝડપથી ફાંસી આપો અમારા ગયા પછી પણ આ દેશમાં હજારો ભગતસિંહ ઊભા થશે અને ભારતને આઝાદી અપાવશે.ત્યારે વીર બલિદાનીના આ બલિદાનને દેશભરના લોકો તા.23 માર્ચના રોજ યાદ કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text