હળવદ તાલુકાના વીજગ્રાહકોને વીજ બિલના બાકી નાણાં ભરી દેવા અનુરોધ

- text


હળવદ તાલુકાના 35 હજાર જેટલા ગ્રાહકોને કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા અપીલ કરાઈ

હળવદ : હળવદ તાલુકાના 35 હજાર જેટલા વીજ ગ્રાહકોને વીજબિલની બાકી નીકળતી રકમ ચાલુ નાણાકીય વર્ષના અંતને કારણે તાકીદે ભરપાઈ કરી દેવા હળવદ સબ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

ચાલુ નાણાકીય વર્ષના અંત ભાગ હોવાને કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની હળવદ સબ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર કે.ડી.નિનામા અને નાયબ કાર્યપાલક ઈજનેર એ.ડી.ભુવા દ્વારા હળવદ શહેરના 23 હજાર જેટલા અને ગ્રામ્યના 13થી 14 હજાર જેટલા ગ્રાહકોને બાકી વીજ બિલના નાણા તાકીદે ભરપાઈ કરી વીજ કાયદા મુજબ આકરા પગલાંથી બચવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text