મોરબી-માળીયા તાલુકા એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ

- text


તાલુકામાં બાકી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા મંત્રીની તાકિદે સૂચના

મોરબી : મોરબી- માળીયા(મીં) તાલુકા એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક મોરબી કલેકટર કચેરી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં મંત્રીએ યોજાયેલ ગત બેઠકની કાર્યવાહક નોંધને બહાલી આપેલ હતી.જિલ્લાના વિવિધ ગામોમાં સી.સી.રોડ,પેવર બ્લોક,પ્રાથમિક શાળા તથા આંગણવાડીના કામો,ઘન કચરાના નિકાલ માટેના કામો,એલ.ઇ.ડી.લાઇટના કામો,જાહેર શૌચાલય, પ્રાથમિક શાળામાં આર.ઓ પ્લાન્ટ,પશુને પીવાના પાણીના એવેડા સહિતના વિવિધ કામો માટે વર્ષ-૨૦૨૨-૨૩ માટે મોરબી- માળીયાના ૩૯ ગામોમાં સામાન્ય- ૪૧.૨૫ લાખ અને અ.જા.-૪.૫૦ લાખ, ટંકારા- પડધરીના ૫૦ ગામોમાં સામાન્ય- ૫૩ લાખ અને અ.જા.-૫.૭૫ લાખ તેમજ ધ્રોલ- જોડીયાના ૧૮ ગામોમાં સામાન્ય- ૧૯ લાખ અને અ.જા.-૨.૨૫ લાખ મુળી કુલ ૧૦૭ ગામોના ૧૨૫.૭૫ લાખના વિકાસ કામોનું આયોજન કરવામાં આવેલ છે.

આ બેઠકમાં મંત્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨માં મંજુર થયેલ કામો પૈકી પ્રગતિ હેઠળના કામોની સમિક્ષા કરી હતી અને આ તમામ કામો સમયમર્યાદામાં પૂણ થાય તેની તકેદારી રાખવા સબંધિત અમલીકરણ અધિકારીઓને તાકિદ કરી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના નવા સાદુળકા,જુના સાદુળકા,ભરતનગર,લક્ષ્મીનગર,અમરનગર એમ પાંચ ગામોના રેવન્યુ રકબા અલગ કરવા અંગેની સમીક્ષા બેઠક પણ યોજાઇ હતી.આ બેઠકમાં પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા,મામલતદાર,સીરસ્તેદાર એસ.એમ.બારીયા,રેવન્યુ તલાટી,પંચાયત તલાટીઓ ઉપસ્થિત રહયા હતાં.

- text