બાઈક ઉપર દેશી દારૂ સપ્લાય કરવા નીકળેલો ડાયો પોલીસની ઝપટે ચડ્યો

- text


જેતપર નજીક તાલુકા પોલીસે હળવદના જુના ધનાળા ગામના દંપતિ અને દારૂ મંગાવનારને પકડી પાડયા

મોરબી : મોરબી તાલુકા પોલીસે જેતપર ગામના સરકારી દવાખાના પાછળથી હળવદના જુના ધનાળા ગામેથી દેશી દારૂ સપ્લાય કરવા આવેલ દંપતિ અને દારૂ મંગાવનાર શખ્સ સહિત ત્રણને ઝડપી લઈ રૂ. 3000ના દેશી દારૂ સહિત 28 હજારનો મૂળમાલ કબ્જે કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે જેતપર ગામે સરકારી દવાખાના પાછળથી સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર 150 લીટર દેશી દારૂ સપ્લાય કરવા આવેલા હળવદ તાલુકાના જુના ધનાળા ગામના વાસુદેવભાઇ ઉર્ફે ડાયો પ્રેમજીભાઇ બજાણીયા, તેમની પત્ની હંસાબેન વાસુદેવભાઇ ઉર્ફે ડાયો બજાણીયા અને દારૂ મંગાવનાર જેતપર ગામના હરીલાલ સુંદરજીભાઇ હમીરપરાને રૂપિયા 3000ની કિંમતના દેશી દારૂ તેમજ 25 હજારના મોટર સાયકલ સહિત 28000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text