મોટી બરારની રત્નમણિ પ્રાથમિક શાળામાં 12 થી 14 વર્ષના વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાયું

- text


માળીયા(મી.) : 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સીન આપવા સરકારની મંજૂરી મળતા ઠેર – ઠેર બાળકોને કોર્બીવેક્સ આપવાનું શરુ થઇ ગયું છે.જે મુજબ માળીયા(મી.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં 12 થી 14 વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સીન આપવામાં આવી હતી.

કોરોનાથી બચવા માટે કોરોના રસીકરણ કરાવવું ખુબ જ અગત્યનું છે.સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકોને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવા માટેનું આયોજન કરેલ હોય, તે અનુસંધાને આરોગ્ય કેન્દ્ર સરવડના નવાગામ સબ સેન્ટર દ્વારા મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને કોરોના વેકસીન (કોર્બીવેક્સ) આપવામાં આવી હતી.આ તકે ખાસ આરોગ્ય કેન્દ્રમાંથી મેહુલભાઈ બકુત્રા (MPHW), સાધનાબેન પટેલ (FHW), આશાવર્કર ગીતાબેન બોચિયા તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text