મોરબીમાં અખિલ ભારતીય કોળી સમાજની ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ યોજાઈ

- text


અમદાવાદની ટીમ વિજેતા બની, મોરબીની કૃષ્ણ ટીમ રનર્સઅપ બની : બન્ને ટીમોને શિલ્ડ અને ટ્રોફી અર્પણ

મોરબી : મોરબીમાં અખિલ ભારતીય કોળી સમાજની ક્રિકેટ મેચ ટુર્નામેન્ટનું બે દિવસ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 10 જેટલી ટીમે ભાગ લીધો હતો.અમદાવાદની ટિમ વિજેતા બની હતી.અને કૃષ્ણ ટિમ મોરબી રનર્સઅપ બની હતી.બન્ને ટીમોને શિલ્ડ અને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.બન્ને ટીમોને ગુજરાત સરકારના રાજ્યમંત્રીના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી.

પરશુરામ પોટરીના મેદાન ખાતે ગત તા.12 અને 13ના રોજ સમસ્ત કોળી સમાજ દ્વારા ક્રિકેટમેચનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો.જેમાં અમદાવાદની ટિમ વિજેતા બની હતી.કૃષ્ણ ટિમ મોરબી રનર્સઅપ થઇ હતી.બન્ને ટીમોને શિલ્ડ,ટ્રોફી આપવામાં આવ્યા હતા.ટ્રોફીઓના દાતા જશુબેન સાબરીયાના હતા.રનર્સઅપ ટીમને ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરેજાના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં મોરબી નગરપાલિકા કાઉન્સિલર જસવંતીબેન સુરેશભાઈ શિરોરિયા,મનીષાબેન સોલંકી,મનસુખભાઇ બરાસરા,ગિરિરાજ સિંહ ઝાલા,જ્યંતિભાઈ ઘોટીલીયા(પૂર્વ કાઉન્સિલર),શુરેશભાઈ શિહોરીયા,દિલીપભાઈ અગેચાણીયા,તુળશીભાઈ પાટડીયા,જગદીશભાઈ બાંભણીયા,પ્રભુભાઈ કગથરા,દેવજીભાઈ વરણીયા,અશોકભાઈ વરણીયા,પંકજભાઈ પ્રજાપતિ,મનુભાઈ ઉપાસરીયા,જનકસિંહઝાલા,સરપંચ અદેપરવાળા ઘનજીભાઈ સંખેસરિયા,ઘનશ્યામભાઈ બરાસરા ઉપસ્થિત રહ્યા હતા.આ ટુર્નામેન્ટની સારીલ શિહોરીયા,જીલેશ વાઘની,કલ્પેશભાઈ ભાલીયા,પાર્થ શિહોરીયા,શુરેશ વાઘાણી,દિપક ધામેચા જેમને અમ્પાયર તરીકે સેવા આપનાર સલીમભાઇ સમા આંબલીવાળા,રવિભાઈ જોશી,ડેનિશભાઈ જોશી,ભલ્લાભાઈ ભરવાડ,રાઘવજીભાઈ વાઘાણી,ઈશ્વરભાઈ ઘેલાણીયા,બીજલભાઈ વાઘાણી,ચંપકભાઈ શિહોરીયા આભારવિધિ સુકેશભાઈ શિહોરીયાએ જહેમત ઉઠાવેલ હતી.

- text