મોરબીમાં કલ્યાણ કેનમાં આંકડા મીંડીનો જુગાર રમતા એક ઝડપાયો

- text


કબીર ટેકરીમાં રહેતા આંકડા લખનાર આરોપીનું નામ ખુલ્યું

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર સાત હનુમાન સોસાયટી પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે વરલી મટકા જુગારમાં કલ્યાણ કેનમાં આંકડા લખાવનાર જુગારીને ઝડપી લઈ આંકડાની કપાત લેનાર કબીર ટેકરીમાં રહેતા આરોપીનું નામ ખોલવામાં સફળતા મેળવી છે.

- text

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે લીલાપર રોડ ઉપર સાત હનુમાન સોસાયટી પાસેથી ગોબરભાઇ ઉર્ફે ગોપાલભાઇ બચુભાઇ ભડાણીયા, રહે.મોરબી લીલાપર રોડ ગોપાલનળીયાના કારખાન વાળાને કલ્યાણ કેનમાં આંકડા લખાવતા રંગે હાથ ઝડપી લેતા તેને આ આંકડા રાજુભાઇ કોળી રહે.કબીર ટેકરી વાળા પાસે કપાત કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે ગોબરભાઇ ઉર્ફે ગોપાલભાઈને ઝડપી લઈ રોકડા રૂ.5200 કબ્જે કરી રાજુભાઇ કોળીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text