હળવદના કીડી ગામે અગરિયાઓ માટે નિદાન-સારવાર કેમ્પ યોજાયો

- text


આ કેમ્પમાં કુલ 142 અગરિયાઓએ લાભ લીધો

હળવદ : કીડી ગામે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી,બ્લોક હેલ્થ ઓફિસ હળવદ,અગરિયા હિતરક્ષક મંચ અને મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર રણ દ્વારા અગરિયાઓને આરોગ્યને લઈને સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં વિવિધ રોગોની તપાસ કરી દવા આપવામાં આવી હતી.આ કેમ્પમાં કુલ 142 અગરિયાઓએ લાભ લીધો હતો.

હળવદમાં ગત તા.15ના રોજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી,બ્લોક હેલ્થ ઓફિસ હળવદ,અગરિયા હિતરક્ષક મંચ અને મોબાઈલ હેલ્થ યુનિટ ટીકર રણ દ્વારા અગરિયાઓના આરોગ્યને લઈને સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ સર્વરોગ નિદાન કેમ્પમાં સેવા આપનાર અનુભવી ડો.ધીરજ માળી(MS),ઓર્થોપેડિક સર્જન ડો.ચેતન રાઠોડ(MD),ફિઝિશિયન ડો.ભાવિન ભટ્ટી,(MBBS)ડો.પૂજા એરણિયા તેમજ અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારુતિસિંહ બી.બારૈયા અને RBSKની ટિમ,ટી.એચ.ઓ.ઓફિસ ટીમ,મોબાઈલ યુનિટ ટીકર રણની ટિમ હાજર રહી સેવા આપી હતી.

- text

આ કેમ્પમાં અનુભવી ડોકટરો દ્વારા ડાયાબિટીસ,પ્રસુતિની તપાસ,મેલેરિયાની તપાસ,બ્લડ પ્રેશર,ટીબી,ચામડીના રોગો,હૃદયમાં તથા રોગો,હાડકાની તપાસ,શરીરમાં રહેતા ટેમ્પ્રેચરની તપાસ કરીને દવા આપવામાં આવી હતી.આ સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ 142 અગરિયા ભાઈઓ-બહેનો,બાળકોએ કેમ્પની સેવાનો લાભ લીધો હતો.

- text