વાંકાનેરમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્દ્ર ટૂંક સમયમાં શરુ થવાની સંભાવના

- text


ખેડૂતોની હાલાકી નીવારવા માટે આગેવાનોએ રૂબરૂ રજુઆત કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદારોને ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા ટંકારા જવું પડતું હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.તેથી વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ અને ચંદ્રપુર સહકારી મંડળીના પ્રમુખે ગુજકો માર્સલના ડિરેક્ટરને વાંકાનેરમાં ટેકાના ભાવે ખરીદી શરુ કરાવવા રજૂઆત કરી છે.

વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદારોને ટેકાના ભાવે ચણાની ખરીદી ટંકારા મુકામે હોય તો ખેડૂતને હેરાન થવું પડે છે અને 50 કિલોમીટરનું અંતર ખેડૂતોને કાપવું પડે છે.તેથી ખેડૂતોના હિતને ધ્યાને રાખી વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ચંદ્રપુર સહકારી મંડળીના પ્રમુખ જલાલભાઈ શેરસીયાએ ગુજકો માર્સલના ડિરેક્ટર મગનભાઇ વડાવીયાને રૂબરૂ રજૂઆત કરી હતી.આ રજૂઆતને ધ્યાને લઇ ગુજકો માર્સલના ડિરેક્ટર મગનભાઇ વડાવીયાએ ખાતરી આપી છે કે વાંકાનેરમાં બે દિવસમાં ખેડૂત ખાતેદારોને ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ થઇ જશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text