મોરબી ઉમા વિલેજ સોસાયટીમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂપિયા 32 હજારનો જથ્થો કબ્જે કર્યો

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઉમા વિલેજ સોસાયટીમાં દરોડો પાડી વિદેશીદારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મૂળ વીંછીયાના ગુંદાળા ગામના અને હાલમાં ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ શિવાભાઇ જોગરાજીયા રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાં પાછળ આવેલ ગેલેરીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની 750 મીલીની બોટલો નંગ-54 તથા 180 મીલીના ચપલા બોટલો નંગ-75 મળી કુલ 32,005 નો મુદામાલ મળી આવતા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યાવહી હાથ ધરી હતી.

- text