લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સમર્પણ હોસ્પિટલને પાંચ ડાયાલિસીસ મશીન અર્પણ

- text


ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંતભાઇ મોવલીયાના હસ્તે ડાયાલીસીસ સેન્ટરનું ઉદ્ઘાટન

મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સમર્પણ મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલને 5 ડાયાલિસીસ મશીન અર્પણ કરી ડાયાલિસીસ સેન્ટરનુ ઉદ્ઘાઘાટન ડીસ્ટ્રીક્ટ ગવર્નર 3232જે લાયન વસંતભાઈ મોવલીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું.

અમરેલીથી ખાસ ડીસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઈ મોવલીયા પધાર્યા હતા.સાથે પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર લા.ચંદ્રકાંતભાઈ દફતરી તથા રીજીયન ચેરમેન રમેશભાઈ રૂપાલા તથા ઝોન ચેરમેન તુષાર દફતરી પણ હાજર રહ્યા હતાં.

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ ડોક્ટર પ્રેયસ પંડ્યા ,ક્લબ સેકેટરી લા.દિનેશભાઈ વિડજા ,
ખજાનચી લા.જયદીપ બારા હાજર રહ્યા હતાં.

ડીસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઈ મોવલીયાએ નઝરબાગ ક્લબના સેવાકીય કાર્યોને બિરદવયા હતા. તેમજ ક્લબના ડાયાલિસીસ પ્રોજેકટમા એક લાખ રૂપિયાનુ દાન આપ્યુ હતુ.

- text

ક્લબ નઝરબાગના દરેક હોદેદારો જેકેટ ડો.પ્રેયસ પંડયા,લા.દિનેશભાઈ,લા.જયદીપલા.ડો.રવિનદરભાઈ ભટ્ટ, લા.જયેશ પટેલ, લા.ચંદ્રકાંતભાઈ, લા.મનિષ પારેખ, લા.સમીર ગાધી, લા.પિયુષ પટેલ, લા.પ્રદીપવભરવા, લા.ધીરજ આદ્રોજા, લા.વિપૂલ, લા.મેવાડા તથા સમર્પણ હોસ્પિટલના ધવલ બરાસરા તથા વામજા હાજર રહ્યા હતાં.

- text