મોરબી- માળિયા માટે બજેટમાં જોગવાઈ કરવા બદલ મુખ્યમંત્રી- નાણામંત્રીનો આભાર માનતા મંત્રી મેરજા

- text


 

400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામિક પાર્ક અને 40 કરોડના ખર્ચે મોરબી- માળિયાના સિંચાઈના કામોની જોગવાઈને મંત્રીએ આવકારી

મોરબીઃ આજ રોજ ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું બજેટ રજુ કર્યું. આ બજેટમાં મોરબી માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેથી મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરજાએ નાણા મંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

દિન પ્રતિદિન મોરબી વિશ્વ ફલક પર સિરામિક ઓદ્યોગિકનગર તરીકે વિકસિત થઈ રહ્યું છે. ત્યારે મોરબી સિરામિક ઔદ્યોગિક એકમોની વિકાસની ગતિને વધુ વેગવંતી બનાવવા વર્ષ 2022-23ના બજેટમાં જરૂરિ નાણાકીય જોગવાઈ કરવા મોરબી-માળીયા(મિ)ના ધારાસભ્ય અને રાજ્ય પંચાયત, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ સરકારમાં લાગણીસભર રજૂઆતો કરી હતી. આ રજુઆતો અન્વયે આજ રોજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં મોરબી ખાતે 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાની અદ્યતન અને આધુનિક સુવિધાયુક્ત આંતરરાષ્ટ્રીય સિરામિક પાર્ક સ્થાપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ તકે બ્રિજેશ મેરજાએ નાણા મંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે રાજ્ય સરકારની પ્રશંશા સાથે સરાહના કરી હતી અને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

- text

સાથે જ દેશના ખેડૂતની આવક બમણી કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમને સાચા અર્થમાં સાર્થક કરવા આજે રજુ થયેલા બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે 5339 કરોડની માતબર રકમની જોગવાઈ કરાઈ છે. જે પૈકી મોરબી-માળીયા(મી) વિસ્તારના સિંચાઈના કામો માટે અંદાજિત રૂપિયા 40 કરોડની માતબર રકમ ફાળવાઈ છે. આમ માળીયા(મી) તાલુકાના સિંચાઈ સુવિધાથી વંચિત ગામોને તબક્કાવાર સિંચાઈનો લાભ મળી રહે તેવી જોગવાઈ કરાઈ છે. તે માટે બ્રિજેશ મેરજાએ જળ સંપત્તિ મંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text