સિરામીક ચૂંટણી : દાવેદારી પરત ખેંચનાર ઉમેદવારે પ્રદીપભાઈને સમર્થન જાહેર કર્યું

- text


વોલ ટાઇલ્સ એસોસિએશનની ચૂંટણી પૂર્વે જ ખેલદિલી : પ્રદીપભાઈના સમર્થનમાં ચતુરભાઈ પાડલિયાએ દાવેદારી પરત ખેંચી : પાંચ સભ્યોનું ચૂંટણી પંચ જાહેર

મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટેના ચૂંટણી જંગ પૂર્વે પ્રદીપભાઈ કાવઠીયાના સમર્થનમાં ચતુરભાઈ પાડલિયાએ ઉમેદવારી પરત ખેંચી ખેલદિલી દાખવી છે. બીજી તરફ એસોસિએશન દ્વારા વોલ ટાઇલ્સ ડિવિઝનની ચૂંટણી પ્રક્રિયા માટે પાંચ સભ્યોનું ચૂંટણીપંચ જાહેર કર્યું છે.

મોરબી સિરામીક એસોસિએશનમાં વોલ ટાઇલ્સ ડિવિઝનમાં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મેદાને ઉતર્યા બાદ પ્રદીપભાઈ કાવઠીયાના સમર્થનમાં ચતુરભાઈ પાડલિયાએ ઉમેદવારી પરત ખેંચી છે. ચતુરભાઈએ પ્રદીપભાઈને સમર્થન આપતા જણાવ્યું હતું કે, જો ટ્રેડને પ્રદીપભાઈ જેવા સક્ષમ અને યુવા નેતા મળતા હોય તો મારા માટે આનંદની વાત છે. મારો વિચાર છે કે, સારા માણસની જગ્યાએ મારા માણસને ગોઠવવામાં આવે તો સંસ્થા, કંપની,સમાજ,સંગઠન, સમિતિ કે, ટ્રસ્ટને વિનાશના પંથે જતા કોઈ અટકાવી શકતું નથી તેવું કહી ગૂઢ માર્મિક ટકોર પણ કરી હતી.

- text

બીજી તરફ મોરબી સિરામીક એસોસિએશન દ્વારા વોલ ટાઇલ્સ ડિવિઝનની ચૂંટણી પ્રક્રિયા માટે અનિલ વડાવિયા, દિલીપભાઈ મેટ્રો, કિરીટભાઈ સેનેટરી, શામજીભાઈ સાવીયો અને ગિરીશભાઈ ગ્લેરની ચૂંટણીપંચ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જેથી હવે આ સમિતિ ક્યારે ચૂંટણી યોજવી તે અંગે નિર્ણય કરશે.

- text