ઘૂંટુ નજીકથી બાર બોરની બંદૂક સાથે ચરાડવાનો યુવાન ઝડપાયો

- text


મોરબી એલસીબી દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબી એલસીબી ટીમે ઘુંટુ ગામની કેનાલ નજીકથી હાથ બનાવટની દેશી બંદૂક સાથે ચરાડવા ગામના યુવાનને ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયાને મળેલ ખાનગી બાતમીને આધારે મોરબી-હળવદ રોડ ઉપર ઘુંટુ કેનાલ પાસેથી હળવદ તાલુકાના ચરાડવા ગામના રોહીતભાઇ ભાણજીભાઇ માકાસણા નામના આરોપીને દેશી હાથ બનાવટની બારબોરની બંદુક કિંમત રૂપિયા 5000 સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

- text

આ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, હરેશભાઇ સરવૈયા, બકુલભાઇ કાસુન્દ્રા વગેરે દ્વારા કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text