માળીયા – હળવદ હાઇવે ઉપર કાર અકસ્માતમાં મહિલાનું મૃત્યુ

- text


સુખપર નજીક કાર પુલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો : ત્રણ ઇજાગ્રસ્ત

હળવદ : માળીયા – હળવદ હાઇવે ઉપર અમદાવાદથી મોરબી આવી રહેલ પરિવારની કારને સુખપર નજીક અકસ્માત નડતા એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ત્રણ મહિલાઓને ઇજાઓ પહોંચી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા – હળવદ હાઇવે ઉપર અમદાવાદ તરફથી મોરબી આવી રહેલી કારને સુખપર નજીક અકસ્માત નડ્યો હતો અને કાર ધડાકાભેર પુલ સાથે ટકરાતા વિરૂબેન કારીયાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં વિમણાબેન ધર્મેશભાઈ, હેમાંગીબેન ધર્મેશભાઈ અને ધર્મેશભાઈ દેવેન્દ્રભાઈ, રહે-અમદાવાદ વાળાઓને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.

- text