હવે સરકાર ખેડૂતોને ડ્રોન માટે સહાય આપશે

- text


ડ્રોન ખરીદવા માંગતા ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા અનુરોધ

મોરબી : મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે ડ્રોન ખરીદવા માટે પણ સરકારની સબસીડી યોજનાઓનો લાભ મેળવી શકશે, આ માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.

આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માટે જીલ્લામાં ડ્રોન વસાવવા ઈચ્છતા ખેડૂતો, ખેડૂત સહકારી મંડળી, તેમજ અગાઉ કસ્ટમ હાયરીંગ સેંટર/હાઈટેકહબ વસાવેલ હોય તેવી સંસ્થાઓએ લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ પર ફાર્મ મશીનરી બેંક-૧૦ લાખ સુધીના ઘટક હેઠળ અરજી કરવાની રહેશે.

- text

અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી પરંતુ, ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પુર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રીન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text