મોરબીના ત્રણ છાત્રો એથ્લેટીક્સ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ વિજેતા

- text


મોરબી : મોરબીની નવયુગ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ એથ્લેટીક્સ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે વિજેતા બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે.

એથ્લેટીક્સ નેશનલ યુથ સ્પોર્ટ એન્ડ એડ્યુકેશન ફેડરેશન ઇન્ડિયા દ્વારા ગોવામાં હેમંત પવાર આયોજિત સ્પર્ધામાં મોરબીની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓ ગામી દિપ કૌશિકભાઈ એ ઊંચી કુદમાં, જસાપરા મનંત પ્રકાશભાઈ એ ગોળાફેંકમાં અને કંઝારિયા જયદીપ રમેશભાઈ એ બરછીફેંકમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યા હતા. ત્યારે ધોરણ 12 કોમર્સના આ ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર એ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા છે.

- text