માળીયાના વતની પ્રોફેસરના નામે ભુજના રોડનું નામકરણ કરાશે

- text


મોટાભેલાના જાડેજા પરિવારે તંત્રનો આભાર માન્યો

માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામના અને શિક્ષણ જગતમાં કચ્છ જિલ્લાને ઉચ્ચતરે લઇ જવામાં જેમનો સિંહફાળો રહ્યો છે, એવા કચ્છ શિક્ષણ જગતના ભિષ્મપિતામહ પ્રોફેસર સ્વ. વખતસિંહજી જાડેજાના નામે કચ્છના ભુજ ખાતે રસ્તાનું નામકરણ કરવામાં આવશે. ત્યારે ભુજ નગરપાલિકા તેમજ કચ્છ ઇતિહાસ પરિષદ તેમજ તમામ સહયોગીનો સ્વ. શિવરાજસિંહ જીલુભા જાડેજા પરિવાર (મોટાભેલા) આભાર વ્યક્ત કર્યો હતો.

કચ્છ ઇતિહાસ પરીષદ ભુજ દ્વારા નામકરણ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સ્વ. વખતસિંહજીએ ભુજ મધ્યે મુન્દ્રારીલોકેશન સાઇટ રોડ પર સ્કુલ/કોલેજમાં સને ૧૯૭૦થી પ્રાધ્યાપક તરીકે સેવા આપી અંગ્રેજી વિષયના રાષ્ટ્રીય લેવલના સેમીનારો કર્યા હતા અને સને ૧૯૭૨થી શિવશક્તિ સ્ટડી સર્કલની સ્થાપના કરી હતી.આ સંસ્થા મારફતે આશાપુરા ઇંગ્લીશ – ગુજરાતી શાળાની શરૂઆત કરી બી.એડ કૌલેજ,મહિલા કોલેજ તેમજ દીકરીઓને રહેવા માટે છાત્રાલય શરૂ કરેલ હતી.

- text

આમ, “શ્રી પ્રોફેસર વખતસિંહ જાડેજા સાહેબ માર્ગ”નુ આશાપુરા સ્કુલથી પ્રમુખ સ્વામીનગર પ્રથમ ગેટ સુધીના માર્ગને નામકરણ કરવા રજુઆત કરવામાં આવેલ હતી. આ લેખીત અરજીની ચર્ચા વિચારણા કરતા ભુજ મધ્યે આવેલ આશાપુરા સ્કુલથી પ્રમુખ સ્વામીનગર પ્રથમ ગેટ સુધીના માર્ગનુ “શ્રી પ્રોફેસર વખતસિંહજી જાડેજા સાહેબ માર્ગ” નામકરણ કરવાની રજુઆત અન્વયે નામકરણ કરવાની તેમજ અમુક શરતો હેઠળ મંજુરી આપવામાં આવી છે.

જે મુજબ નામકરણ કરવાની કાર્યવાહી સંસ્થા દ્વારા કરવાની રહેશે અને આ નામકરણ અન્વયે કોઇ વાદવિવાદ ઉપસ્થિત થશે તો તેની જવાબદારી સંસ્થાની રહેશે અને નગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણય રદ કરી શકાશે.આ કામે આગળની કાર્યવાહી કરવા ચીફ ઓફીસરને સત્તા આપવામાં આવેલ છે.

ત્યારે માળીયા તાલુકામાં મોટાભેલા ખાતે રહેતા સ્વ. શિવરાજસિંહ જીલુભા જાડેજા પરિવાર દ્વારા રજૂઆતકર્તા અને તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text