સાવધાન ! મોરબીમાં ગે ગેંગ સક્રિય, યુવાન લૂંટાયો

- text


બ્લ્યુડ અને ગ્રાઈન્ડર નામની એપ્લિકેશન દ્વારા શોખીનોને એકાંત માણવા બોલાવી માર મારી લૂંટી લેવાતા હોવાનો ચોંકાવનારો કિસ્સો

મોરબી : સિરામીક નગરી હવે ઔદ્યોગિક વિકાસને કારણે માયાવી નગરી મુંબઈ જેવી બની રહી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગઈકાલે સમલૈંગિક સંબંધો બાંધવાના શોખીન યુવાનને બ્લ્યુડ અને ગ્રાઈન્ડર નામની ગે લોકોની સ્પેશિયલ એપ્લિકેશન મારફતે મોરબીના જ એક ગે સાથે ભેટો થઈ ગયા બાદ એકાંત માણવા બોલાવી માર મારી રૂપિયા 50 હજાર લૂંટી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે ભદ્ર સમાજમાં આબરૂ જવાની બીકે આ કેસમાં ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ કિસ્સા ઉપરથી શોખીનોએ ચેતવા જેવું ખરું !

ઉદ્યોગ નગરી મોરબીમાં હનીટ્રેપના અનેક બનાવો વચ્ચે હવે શોખીનોને લૂંટવા ગે ગેંગ સક્રિય બની હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને સમલૈંગિક સંબંધોના શોખીનો માટે ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ બ્લ્યુડ અને ગ્રાઈન્ડર નામની એપ્લિકેશનમાં દરેક સીટીના લોકલ ગે લોકો જોડાયેલા હોય આ એપ મારફતે સંપર્ક કેળવવામાં આવે છે અને મોકો તલાસી ગે ગેંગ દ્વારા શિકાર કરવામાં આવે છે.

ગઈકાલે મોરબીના છેવાડાના વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બ્લ્યુડ નામની એપ્લિકેશનથી મોરબીનો એક યુવાન અન્ય ગે યુવાન સાથે પરિચયમાં આવ્યા બાદ ચેટિંગ શરૂ થયું હતું અને સામા છેડેથી ગે દ્વારા મોકો જોઈ યુવાનને મોરબી શહેરના છેવાડાના રહેણાંક વિસ્તારમાં ઘરે બોલાવવામાં આવ્યો હતો. યુવાન ત્યાં પહોંચતા જ મીઠી મીઠી વાતમાં ફસાવી ગે વ્યક્તિએ યુવાનને વાતોમાં ગૂંચવ્યો હતો. જ્યાં બાદમાં અન્ય ત્રણ યુવાનો આવી પહોંચ્યા હતા અને યુવાનને માર મારવાનું ચાલુ કરી તેની બેગમાં રહેલા રૂપિયા 50 હજાર લૂંટી લીધા હતા. આ બનાવમાં ભોગ બનનાર યુવાને પોલીસ મદદ લેવા પણ તજવીજ હાથ ધરી છે.

- text

જો કે મોરબીમાં આવા કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે છે અને મોરબીના તબીબો પણ ગે ક્લચરને લઈ એઇડ્સ સહિતની બાબતો અંગે લાલબત્તી ધરી ચુક્યા છે ત્યારે પોલીસ પણ આવા કિસ્સામાં ભોગ બનનારની ઓળખ ગુપ્ત રાખી આવા ગુન્હાહિત કૃત્યો અચરનારાઓને ગિરફ્તમાં લે તો ભવિષ્યમાં આવી ગુન્હાખોરી થતી અટકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

- text