ટંકારામાં વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને આખરે ઘરના ઘર માટે પ્લોટ મળશે

- text


કોરોના કાળ પછીના પહેલા ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓ માટે તંત્ર તાબડતોબ કામે વળગ્યું : ખાધા-પીધા વગર લાભાર્થીઓ માટે રઝડપાટ કરતા અધિકારીઓ

ટંકારા તાલુકાના અનેક પરિવારોને મળશે આશિયાના : 100 ચો. વાર ઘરથાળના પ્લોટની ફાળવણી મોરબી ખાતે મુખ્યમંત્રી હસ્તે મુહૂર્ત કરાશે

ટંકારા : ટંકારા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી નવા ૧૦૦ વારના પ્લોટ ફાળવણીનો પ્રશ્ન પેચીદો બન્યો હતો ત્યારે અચાનક એક દીવસ ગાંધીનગરથી ગરીબોના કલ્યાણ માટે મેળાનો સમય અને સ્થળ નક્કી થાય છે પછી શું? તમને બધાને ખબર છે કે તંત્ર ધારે તો ઢીલ ક્યા હોય! મહારાણા પ્રતાપ સાથે સામિયાણા લઈ નિકળેલા લોકો કે જે આઝાદી પછી આટલા વર્ષે પણ વિચરતી જાતિ છે, તેના પરિવારોને સ્થાયી થવા માટે કલેકટરે સરકારી ખરાબાની જમીન ફાળવણી કરી તાત્કાલિક ઘરથાળના પ્લોટ ફાળવવા હુકમ કરતા ટંકારા તાલુકામાં વસતા વિચરતી – વિમુક્ત – ભટકતી જાતિના લાભાર્થી પરીવારોને તંત્ર દ્વારા જમીનના કબજા સુપ્રત કરવામા આવ્યા હતા.

ઉપરાંત, ટંંકારાના ઘરવિહોણા પરીવારને ગામતળમાં મફત ૧૦૦ ચો.વાર પ્લોટ ફાળવણી કરવામાં આવતા લાભાર્થીઓમાં ખુશીની લહેરખી પ્રસરી હતી. ટંકારામાં કલેકટરે ફાળવેલી સરકારી ખરાબાની જમીન સ. નં. 110 પૈકીની હે. 0-80-94 ચો. મી જમીનમાં તાત્કાલિક કબજા સોંપવા માટે મામલતદાર, ટીડીઓ અને ડી. આઈ. એલ. આર તંત્રને કબજા સોંપણી ફરજ સોંપી હતી. અને બાદમા મામલતદારે વિચરતી જાતિના પરિવારોને પ્લોટની સનંદ પણ ઈસ્યુ કરવા ફરમાન કર્યું હતુ.

- text

ઉપરાંત, ટંકારામાં વસતા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, ઓ.બી.સી. અને લઘુમતી સમાજના ઘરવિહોણા પરીવારોને ગામતળમા ઘરથાળના 100 ચો. વાર પ્લોટની ફાળવણી કરાઇ હતી. આ તકે ટંકારા તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર વિઠ્ઠલભાઈ લો, મામલતદાર કચેરીના સર્કલ કલ્પેશભાઈ બુસા, તલાટી મંત્રી કિશોર ભટાસણા, દિવ્યેશ રાજકોટીયા, જી. ડી. ઝાલા, રવિ ગોસાઈ, હર્ષદ ભૂત, ડીઆઈએલઆરના સર્વેયર ચેતન હડીયલે ટંકારા ખાતે સ્થાનિક સરપંચ ગોરધનભાઈ ખોખાણી, ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા, ગ્રા. પં. સદસ્ય રસિકભાઈ દુબરીયા, અરજણભાઈ ઝાપડા, સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, ઈરફાન ડાડા સહિતનાઓની ઉપસ્થિતિમા આશિયાના બનાવવા જમીન ફાળવતા ઘરવિહોણા પરીવારોમા ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

- text