વાંકાનેરના સરતાનપર રોડ પરથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

- text


વાંકાનેર: મોરબી એસઓજીની ટીમે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી બે શખ્સોને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજીની ટીમને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે આજરોજ વાંકાનેરના સરતાનપર રોડ પરથી ધર્મેન તિવારી અને સુનિલ તિવારી નામના શખ્સોને મહાવીર ખાના હાઉસ, રાજસ્થાની દાલબાટી હોટલ પાછળ દુકાન નંબર બેમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા છે. મોરબી એસ.ઓ.જીને રહેણાંક દુકાન નંબર 2માં ગેરકાયદેસર રીતે બહારથી ગાંજાનો જથ્થો મંગાવી છૂપી રીતે વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે સ્ટાફ સાથે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન બે કિલો ગાંજાનો જથ્થો જેની કિંમત આશરે 20,000 થાય છે. આ ઉપરાંત બે મોબાઇલ, રોકડ રૂપિયા અને ડિજિટલ વજન કાંટો મળી કુલ 36,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ ત્રીજા આરોપી જયમલસિંહ રાજપુત આ ગાંજાનો જથ્થો આપી જઇ મદદગારી કરતા ત્રણેય શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ત્રીજા આરોપી જયમલસિંહ રાજપૂતને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

- text