પૂર્વ ગર્લફ્રેન્ડની મસ્તી કરનાર યુવક ઉપર યુવતીના ભાઈજી અને ભાઇનો હુમલો

- text


છુટા નળીયાના ઘા ઝીકી કુહાડી દેખાડી ધમકી આપ્યા અંગે ફરિયાદ

મોરબી : મોરબીમાં યુવાને પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે મજાક મસ્તી કરતા યુવતીના ભાઈજી અને તેના પુત્રએ છુટા નળીયાના ઘા ફટકારી કુહાડી દેખાડી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરામાં અમરેલી રોડ ઉપર ગુલાબનગરમાં રહેતા સાગરભાઇ ચતુરભાઇ દારોદરાને પાડોશમાં રહેતી યુવતી સાથે પરિચય હોવાથી અગાઉ લગ્ન કરવા પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ યુવતીના ભાઈજીને આ વાત પસંદ ન હોય યુવતીએ વાંકાનેરમાં ફુલહાર કરી લીધા હતા. બાદમાં આ યુવતીને વાંકાનેર પતિ સાથે મનમેળ ન હોય પરત તેના ભાઈજીના ઘેર આવી જતા ગઈકાલે ફરિયાદી સાગર આ યુવતી સાથે વાતો કરી મજાક કરતો હતો.

- text

આ વાતો સાંભળી જતા સાગરભાઇ ચતુરભાઇ દારોદરાને યુવતીના ભાઈજી જેસંગભાઇ ખીમાભાઇ કારૂ અને તેના પુત્ર કિશનભાઇ જેસંગભાઇ કારૂએ નળીયાના છુટા ઘા કરતા સાગરને પગમાં ઇજાઓ પહોંચી હતી ઉપરાંત યુવતીના ભાઈજીએ કુહાડી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે પોલીસે સાગરની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text