કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયના છાત્રોએ મેદાન માર્યું

- text


ટંકારા : મોરબી જિલ્લાના વાંકાનેરમાં કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધનું હાઆયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું.જુદી-જુદી સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.

રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ – ગાંધીનગર પ્રેરિત,મોરબી જિલ્લા દ્વારા વાંકાનેર ખાતે ગત તા.9ના રોજ કલા મહાકુંભ અને બાલ પ્રતિભા શોધનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું.કલા મહાકુંભમાં વક્તૃત્વ સ્પર્ધામાં 6 થી 14 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ ક્રમાંકે ધીમહિ રાવલ,ચિત્રકલામાં 15 થી 20 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ ક્રમાંકે પરમાર યશ્વી,ભરતનાટ્યમમાં 15 થી 20 વર્ષમાં પ્રથમ ક્રમાંકે સવસાણી જાનવી તેમજ રાસમાં 6 થી 14 વર્ષમાં પ્રથમ ક્રમાંક મેળવ્યા હતા.

- text

બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં એક પાત્રીય અભિનયમાં છત્રોલા જાનવી પ્રથમ ક્રમાંકે અને શાહ ધીર દ્વિતીય ક્રમાંકે,વક્તૃત્વ સ્પર્ધામાં બોપલીયા દિવ્યા પ્રથમ ક્રમાંકે,લોકવાર્તામાં દ્વિતીય ક્રમાંકે પટેલ જેનિસ અને તૃતીય ક્રમાંકે ગોપણી વેદ અને નિબંધ લેખનમાં ભૂત શિવાનીએ તૃતીય ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.આ તમામ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ પ્રદેશ કક્ષાએ અને મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.તેવું યાદીમાં જણાવાયું છે.

- text