ટંકારામાં શનિવારે ઋષિ જન્મોત્સવ ઉજવાશે

- text


કાર્યક્રમમાં યજ્ઞ, મહિમા ગાન, મહાપ્રસાદ, બેઠક સહીતનું આયોજન

ટંકારા : વૈદિક ધર્મને ઉજાગર કરનાર તથા કન્યા શિક્ષણના હિમાયતી મહર્ષિ દયાનંદ સરસ્વતીનો 199મો જન્મોત્સવ તેમની જ જન્મભૂમિ ટંકારામાં તેમના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા સ્થાપિત આર્યસમાજ દ્વારા આગામી તા. 12ને શનિવારના રોજ મનાવવામાં આવશે.

- text

ટંકારાના આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજ્યંતિની ઉજવણી કરવાનો ઋષિ જન્મોત્સવ કાર્યક્રમ આગામી તા. 12ને શનિવારના રોજ ત્રણ હાટડી શેરીમાં આર્ય સમાજ ખાતે રાખેલ છે. જેમાં સાંજે 4 કલાકે યજ્ઞ, 4-30 કલાકે યજ્ઞ પ્રાર્થના, 4-35 કલાકે ઋષિ મહિમા ગાન, 4-45 કલાકે આર્યવીરો દ્વારા ઋષિ ગુણગાન, 4-55 કલાકે આર્ય મહિલા મંડળ દ્વારા ઋષિ અંજલિ, 5-20 કલાકે આર્ય સદસ્ય દ્વારા ઋષિ કાર્યગાથા, 5-50 આચાર્ય પ્રિયેશ (રોજડ) દ્વારા સ્વામીજી કો શ્રદ્ધાંજલિ અને 6-40 કલાકે શાંતિપાઠ, મહાપ્રસાદ અને આર્યસદસ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આર્યજનોને સહપરિવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text