મોરબીમાં બંધ કોમ્પ્લેક્સની છત ઉપરથી 17 બોટલ દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં બંધ કોમ્પ્લેક્સની છત ઉપર દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી 17 બોટલ દારૂ કબ્જે કરી આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

- text

મોરબી લાતીપ્લોટ શેરી નંબર 8માં આવેલ લુકસ ફર્નિચરની બાજુના બંધ કોમ્પ્લેક્સની છત ઉપર દારૂ સંતાડવામાં આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા રૂપિયા 5100ની કિમતનો 17 બોટલ દારૂ મળી આવ્યો હતો. દારૂનો આ જથ્થો મોરબી ગ્રીનચોકમાં રહેતા વિરલભાઇ જગદીશભાઇ લુહાણાનો હોવાનું ખુલતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text