કુંતાસી પ્રાથમિક શાળાની કૃતિ જિલ્લા કક્ષાનાં વિજ્ઞાન મેળા માટે પસંદ

- text


માળીયા (મી.) : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ – ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ દ્વારા દર વર્ષે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.ચાલુ વર્ષે કોરોનાની પરિસ્થિતિને લીધે વર્ચ્યુઅલ મોડથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું.જેમાં કુંતાસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સોઢીયા આરવ અને અઘારા ભવ્યએ શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીનાં માર્ગદર્શન નીચે વિભાગ:૧ માં પાણીની મહત્તમ બચત થઈ શકે તેમજ ઇલેક્ટ્રિસીટીનાં ઉપયોગ વિના હવાનાં પ્રેશરથી ચાલતા ‘ઈકો ફ્રેન્ડલી પ્રેશર વોટર પંપ’ કૃતિ રજુ કરી હતી.જે કૃતિને મૂલ્યાંકન સમિતિ દ્વારા માળીયા તાલુકામાં વિભાગ ૧માં પસંદ કરી આગામી સમયમાં યોજાનાર મોરબી જિલ્લાકક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન માટે મોકલવામાં આવી છે.આ તકે નવનિયુક્ત સરપંચ શ્રી રમેશભાઈ સોઢીયા અને એસ એમ સી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ સોઢીયાએ બન્ને બાળકોને અભિનંદન પાઠવ્યા છે.

- text