કલા મહાકુંભની લોકનૃત્ય સ્પર્ધામાં મોરબીની કોલેજ સમગ્ર જીલ્લામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

- text


પી. જી. પટેલ કોલેજ રાજ્ય લેવલે મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

વાંકાનેર : મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આજરોજ જીલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૧-૨૨નું વાંકાનેર (ચંદ્રપુર) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીની પી.જી.પટેલ કોલેજ લોકનૃત્યમાં સમગ્ર જીલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.હવે પછી પી.જી.પટેલ કોલેજ રાજ્ય લેવલે મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા જીલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૧-૨૨નું વાંકાનેર (ચંદ્રપુર) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ લોકનૃત્યમાં ભાગ લીધો હતો.જીલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૧-૨૨માં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીનીઓ ઘોડાસરા સપના,રાચ્છ સિધ્ધી,ચાવડા ખુશાલી,જોબનપુત્રા કૃપાલી,વૈષ્ણવ બંસી,જાની કિંજલ, ફેફર સંજ્ઞા,જાડેજા તેજસ્વીનીબા,વ્યાસ કશિશ,ડાભી જલ્પા,મહેશ્વરી રિયા,વ્યાસ મહેક દ્વારા પારંપરિક લોકનૃત્યની મનમોહક રજૂઆત કરી હતી અને સમગ્ર જીલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.આ લોકનૃત્યની તૈયારી અને સંકલન કોલેજના પ્રાધ્યાપક હિતેન્દ્રભાઈ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- text

લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ કોલેજના સમગ્ર સ્ટાફગણે હિતેન્દ્રભાઈ જાડેજા અને ભાગ લેનાર તમામ વિધાર્થીની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.આગામી સમયમાં મોરબીની પી.જી.પટેલ કોલેજ રાજ્ય લેવલે મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

- text