મોરબીની મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઈન વીકની અનોખી ઉજવણી

- text


આજથી આખા અઠવાડિયા સુધી વિદ્યાર્થીનીઓ પ્રદુષણ મુક્ત વાતાવરણ રચી સ્વસ્થતા મેળવવાની સાથે જરૂરિયાતમંદ બાળકોને ખુશીઓને ભેટ આપી ઉજવણી કરશે

મોરબી : યુવાહૈયાઓને રોમાંચિત કરાવનાર તહેવાર એટલે 14 ફ્રેબ્રુઆરીના દિવસે ઉજવાતા વેલેન્ટાઈન ડેની પશ્ચિમી સંસ્કૃતિને અનુરૂપ જ ઉજવણી થતી હોય છે. ત્યારે મોરબીની મહિલા કૉલેજની વિદ્યાર્થીનીઓએ આ વેલેન્ટાઇન પર્વની લોકોને ઉપયોગી થાય એ રીતે ઉજવણી કરવાની ઉમદા પહેલ કરી છે. જેમાં આજથી આખા અઠવાડિયા સુધી વિદ્યાર્થીનીઓ પ્રદુષણ મુક્ત વાતાવરણ રચી સ્વસ્થતા મેળવવાની સાથે જરૂરિયાતમંદ બાળકોને ખુશીઓને ભેટ આપી ઉજવણી કરશે.

મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા આજે તા 7 થી તા.14 સુધી એટલે વેલેન્ટાઈન પર્વને લઈને આ વિકને ઇકો વિક તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વેલેન્ટાઈન વિકમાં દરરોજ રોઝ ડે, ચોકલેટ ડે એવી ખર્ચાળ ઉજવણી કરવાને બદલે આ કોલેજની વિદ્યાર્થીનીઓએ દરરોજ જુદાજુદા લોક ઉપયોગી કાર્યો કરીને પ્રેરણાદાયી ઉજવણી કરશે. એક દિવસ વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફ ઘરેથી સાયકલ લઈને કોલેજે આવી પ્રદુષણ ઘટાડવાની સાથે સ્વસ્થતા પ્રાપ્ત કરવાનો મેસેજ આપશે.

- text

વિદ્યાર્થીનીઓ ટેડીબેર ડેના દિવસે ઘરેથે જુના પણ સારા રમકડાં લઈ આવીને ગરીબ બાળકોને ભેટમાં આપશે. ચોકલેટ ડેના દિવસે વિદ્યાર્થીનીઓ હેલ્ધી ફૂડ તરીકે ઉજવણી કરી ઘેરથી માત્ર ખાદી કે કોટનના વસ્ત્રો પહેરીને કોલેજે આવશે.આવી રીતે વેલેન્ટાઈન ડેના દરેક દિવસની અનોખી ઉજવણી કરશે. જે બદલ વિદ્યાર્થીનીઓને સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, પ્રિન્સિપાલ આરતીબેને અભિનંદન પાઠવ્યા છે.

- text