હળવદના કીડી નજીક બાઈક સ્લીપ થઈ જતા વૃધ્ધનું મોત

- text


હળવદ : હળવદ તાલુકાના કીડી અને જોગડ ગામ વચ્ચે રસ્તા પર એકા એક બાઈક સ્લીપ થઇ જતા જોગડ ગામના વૃધ્ધનું મોત નિપજ્યું હતું.

- text

જોગડ ગામે રહેતા બાજુભાઇ પુંજાભાઇ ઝિંઝુવાડીયા ઉ.વર્ષ ૬૮ રવિવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ જોગડથી કીડી ગામે જતા હતા તે અરસામાં તેઓનું બાઈક એકાએક સ્લીપ થઈ જતા બાજુભાઈ રોડ પર પટકાતા તેઓનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ પોલીસને કરાતા મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text