મોરબીમાં વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગ ભભૂકી 

- text


જુના ઘુંટુ રોડ ઉપર સીરામીક ફેક્ટરીની ઘટના 

મોરબી : મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગ ભભૂકી ઉઠતા મોરબી પાલિકાના ફાયરબ્રિગેડે ત્વરિત કાર્યવાહી કરી આગ ઓલાવી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલી ડેકો ગોલ્ડ ગલેઝેડ ટાઇલ્સ લીમેટેડ કંપનીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં સવારે આગ લાગતા મોરબી નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ઘટનાસ્થળે દોડી ગયેલ ફાયર ટીમે વીજ પુરવઠો બંધ કરાવી સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

- text